ડાયાબિટીસનાં મુખ્ય ૪ પ્રકાર અને ૪ મુખ્ય તપાસ પદ્ધતિઓ
ડાયાબિટીસનાં પ્રકાર અને લક્ષણોનાં આધારે ડાયાબિટીસની સારવાર કરવામાં આવે છે. અહી ડાયાબિટીસનાં મુખ્ય ચાર પ્રકાર તેમજ તેમના નિદાન માટેની ચાર અલગ અલગ સમયાન્તરે કરવામાં આવતી તપાસ પદ્ધતિઓ વિષે માહિતી આપવામાં આવી છે.
ડાયાબિટીસ નાં મુખ્ય ચાર પ્રકાર છે.
૧. ટાઈપ ૧(Type 1): ટાઈપ-૧ ડાયાબિટીસ સ્વાદુપિંડનાં બીટા સેલ(beta-cell) નાં નષ્ટ પામવાથી થાય છે, જેના કારણે ઈન્સ્યુલિનની સંપૂર્ણ ઉણપ થાય છે. આ કારણથી દર્દીઓમાં કીટોસીસ(ketosis) ની શક્યતા વધી જાય છે. આને ઇન્સુલીન આધારિત ડાયાબિટીસ મેલીટસ insulin-dependent diabetes mellitus (IDDM) પણ કહેવામાં આવે છે.
૨. ટાઈપ ૨(Type 2): ટાઈપ-૨ ડાયાબિટીસ ઇન્સુલીનની શરીર માં ઉણપને કારણે થાય છે. આમાં ઇન્સુલીનનાં ઓછા સ્ત્રાવ કે કોશોના ઇન્સુલીન ગ્રહણ કરવાની ક્ષમતા ઓછી થવાથી ઇન્સુલીન શરીરના કોશોમાં પ્રવેશતું નથી. આના માટે શબ્દ બિન ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ મેલીટસ non-insulin-dependent diabetes mellitus (NIDDB) પણ વપરાય છે.
૩. ત્રીજા પ્રાકારની ડાયાબિટીસ થવાનું કારણ ૫૦ થી વધુ આનુવંશિક, સ્વાદુપિંડ, અંતઃસ્ત્રાવી, ઝેરી, ચેપી અને રોગપ્રતિકારક રોગો છે.
૪. ચોથી વર્ગમાં સગર્ભાવસ્થા સમયનો ડાયાબિટીસ મેલિટ્સ gestational diabetes mellitus (GDM) આવે છે.
ડાયાબિટીસ ચેક કરવાની ૪ મુખ્ય તપાસો: ચાર પ્રકારના લોહીના રિપોર્ટ્સ ડાયાબિટીસનાં નિદાન અને વ્યાપકતા ચકાસવા કરવા માટે કરવામાં આવે છે.
- ભૂખ્યાપેટે પ્લાઝ્મા ગ્લુકોઝ (એફપીજી)- Fasting plasma glucose (FPG)
- ઓરલ ગ્લુકોઝ સહિષ્ણુતા પરિક્ષણ (ઓજીટીટી)- Oral glucose tolerance test (OGTT)
- હિમોગ્લોબિન A1c (A1c) પરીક્ષણ -Hemoglobin A1c (A1c) test
- રેન્ડમ પ્લાઝ્મા (બ્લડ) ગ્લુકોઝ – Random plasma (blood) glucose
ડાયાબિટીસનું નિદાન કરતા પહેલા તમામ તપાસ બે વખત કરાવવી જોઈએ જેથી સ્પષ્ટ તારણ ઉપર આવી શકાય કે વાસ્તવમાં ડાયાબિટીસ છે કે નહી. જો નિદાન થાય તો સમયાન્તરે હિમોગ્લોબિન A1c (A1c) નું પરીક્ષણ કરાવતા રહેવું જોઈએ.
૦૧. ભૂખ્યાપેટે પ્લાઝ્મા ગ્લુકોઝ (એફપીજી)- Fasting plasma glucose (FPG): ભૂખ્યાપેટે પ્લાઝ્મા ગ્લુકોઝ ટેસ્ટ એ બાળકો, પુરુષો અને સગર્ભા ન હોય તેવી સ્ત્રીઓમાં ડાયાબિટીસનું નિદાન કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે. આ તપાસ સવારમાં વહેલા ભુખ્યાપેટે બ્લડ સુગર માપવામાં આવે છે(ઓછામાં ઓછા આઠ કલાક પહેલા સુધી કંઈપણ ભોજન ન લેવું).

જો ભૂખ્યા પેટે સતત ૨ તપાસમાં બ્લડ ગ્લુકોઝનું પ્રમાણ ૧૨૬ mg/dL કે તેથી વધુ આવે તો ડાયાબિટીસ છે એવું નિદાન આપી શકાય. જો તપાસમાં બ્લડ ગ્લુકોઝનું પ્રમાણ ૧૦૦ થી ૧૨૫ mg/dL આવે તો ડાયાબિટીસ થવાની સંભાવના છે એવું કહી શકાય. સામાન્યતઃ એક તંદુરસ્ત વ્યક્તિમાં ભૂખ્યા પેટે બ્લડ ગ્લુકોઝનું પ્રમાણ ૧૦૦ mg/dL કરતા ઓછું હોય છે.
૦૨. ઓરલ ગ્લુકોઝ સહિષ્ણુતા પરિક્ષણ (ઓજીટીટી)– Oral glucose tolerance test (OGTT): શંકાસ્પદ ડાયાબિટીસ કેશ જણાય તો આ તપાસ કરાવવામાં આવે છે જ્યાં ભૂખ્યાપેટે સુગર રિપોર્ટ સામાન્ય આવેલ હોય. આ તપાસમાં સવારના સાવ ભૂખ્યા પેટે રહેલ વ્યક્તિને ૭૫ ગ્રામ ગ્લુકોઝ મિશ્રિત દ્રાવણ પીવડાવવામાં આવે છે અને બરાબર 2 કલાક પછી તેનાં લોહીનો નમુનો લેવામાં આવે છે. જો ૨ કલાક પછી લોહીમાં ગ્લુકોઝની પ્રમાણ ૨૦૦ mg/dl કે તેનાથી વધુ આવે તો તેને ડાયાબિટીસ પીડિત ગણાય અને જો પરિણામ ૨ કલાક પછી ૧૪૦ થી ૧૯૯ ની વચ્ચે આવે તો ડાયાબિટીસની શક્યતા નું નિદાન થાય છે.
૦૩. હિમોગ્લોબિન A1c (A1c) પરીક્ષણ –Hemoglobin A1c (A1c) test:
લોહીની આ તપાસથી એ જાણવામાં આવે છે કે કેટલા પ્રમાણમાં ગ્લુકોઝ હિમોગ્લોબીન સાથે જોડાયેલું છે. મુખત્વે A1c તપાસનો ઉપયોગ ડાયાબિટીસ પીડિત વ્યક્તિના ગ્લુકોઝના સ્તરનું નિયમન કરવા માટે ઉપયોગ થાય છે. પરંતુ આ તપાસ નો ઉપયોગ હવે ડાયાબિટીસ પ્રકાર-2 અને પ્રે-ડાયાબિટીસ નાં નિદાન માટે પણ થાય છે.(આ તપાસની ભલામણ અમુક સ્થિતિમાં કરવામાં આવતી નથી જેમાં લોહીના લાલ કણોનું અસાધારણ ભ્રમણ હોય છે, જેવી કે સગર્ભાવસ્થા, લોહીની શરીરમાં ઉણપ હોવી, તુરંત માં લોહી શરીરમાં ચઢાવેલ હોય કે નીકાળેલ હોય.)

શરીરમાં બ્લડ ગ્લુકોઝ નાં વધારા સાથે જ હિમીગ્લોબીન સાથે જોડાયેલ ગ્લુકોઝનું પણ પ્રમાણ વધે છે. લોહીમાં રહેલ લાલ કણો કે જેમનું આયુષ્ય ૧૨૦ દિવસ હોય છે એમની સાથે હિમીગ્લોબીન લોહીમાં ભ્રમણ કરે છે. A1c તપાસ થી ૩ મહિનાની સરેરાશ બ્લડ ગ્લુકોઝ નું પ્રમાણ જાણી શકાય છે. A1c તપાસ માટે ભૂખ્યા પેટે રહેવું જરૂરી નથી.
A1c નું પ્રમાણ ૬.૫% કે તેથી વધુ હોય તો અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન American Diabetes Association (ADA) નાં માપદંડ પ્રમાણે વ્યક્તિ ડાયાબિટીસ નો દર્દી કહેવાય. એટલે કે ADA પ્રમાણે તમારું A1c નું સ્તર ૭% થી નીચે હોવું જોઈએ જે તમારા બ્લડ ગ્લુકોઝ નાં સ્તર ૧૫૪ mg/dL કે તેનાથી નીચે ની સમકક્ષ કહી શકાય.
તમે સંભવિત ડાયાબિટીસ નાં સ્તરની નજીક ત્યારે કહેવાશો જો તમારું A1c નું પ્રમાણ ૫.૭ થી ૬.૪% હોય.
A1c નું પ્રમાણ સામાન્યતઃ દર ૩ મહીને માપવામાં આવે છે જે તમારો સરેરાસ ૩ મહિનાનો બ્લડ સુગર બતાવશે. જો તમારું બ્લડ સુગર સ્તર યોગ્ય રહેતું હોય અને સારવાર નાં યોગ્ય પરિણામ મળતા હોય તો A1c રિપોર્ટ બહુ જલ્દી કરાવવાની જરૂ પડતી નથી.
૪. રેન્ડમ પ્લાઝ્મા (બ્લડ) ગ્લુકોઝ – Random plasma (blood) glucose:
આ તપાસ માં તમારા બ્લડ સુગર નું માપ ગમે ત્યારે લઇ શકાય. તમે ક્યારે અને કેટલું જમ્યા એ જોવામાં નથી આવતું. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન American Diabetes Association (ADA) આ તપાસને યોગ્ય માપદંડ તરીકે માનતું નથી. આ તપાસ ત્યારે કરાવવામાં આવે છે જયારે કોઈ દર્દી અમુક તકલીફો જેવી કે વધુ તરસ લાગવી, વધુ પેસાબ આવવો, કે એકદમથી કારણ વગર વજન ઘટી જવું સાથે આવે છે. જ્યાં ડાયાબિટીસ નાં લક્ષણો દેખાતા હોય અને રેન્ડમ પ્લાઝ્મા (બ્લડ) ગ્લુકોઝ સ્તર 200 mg/dL કે તેથી વધુ હોય તો ડાયાબિટીસ છે એવું કહી શકાય. રેન્ડમ પ્લાઝ્મા (બ્લડ) ગ્લુકોઝ સ્તર ૧૪૦ થી ૨૦૦ mg/dL ની વચ્ચે હોય તો ભૂખ્યા પેટેનું પ્લાઝમા ગ્લુકોઝ રિપોર્ટ કરાવવો જોઈએ.
દર્દીની ઉમર, આનુંવન્સિક સ્થિતિ, દેખાતા લક્ષણોનાં આધારે અન્ય અલગ અલગ રિપોર્ટ્સ પણ કરાવવામાં આવતા હોય છે. ડાયાબિટીસનાં કારણે થતી સંભવિત તકલીફોથી બચવા માટે કીડની, આંખ, લીવર અને લોહીના અન્ય રિપોર્ટ્સ જેવા કે કોલેસ્ટ્રોલ વગેરે પણ કરવામાં આવે છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો