પોસ્ટ્સ

ડાયાબિટીસનાં મુખ્ય ૪ પ્રકાર અને ૪ મુખ્ય તપાસ પદ્ધતિઓ

છબી
ડાયાબિટીસનાં પ્રકાર અને લક્ષણોનાં આધારે ડાયાબિટીસની સારવાર કરવામાં આવે  છે. અહી ડાયાબિટીસનાં મુખ્ય ચાર પ્રકાર તેમજ તેમના નિદાન માટેની ચાર અલગ અલગ સમયાન્તરે કરવામાં આવતી તપાસ પદ્ધતિઓ વિષે માહિતી આપવામાં આવી છે. ડાયાબિટીસ નાં મુખ્ય ચાર પ્રકાર છે. ૧. ટાઈપ ૧(Type 1):  ટાઈપ-૧ ડાયાબિટીસ સ્વાદુપિંડનાં બીટા સેલ(beta-cell) નાં નષ્ટ પામવાથી થાય છે, જેના કારણે ઈન્સ્યુલિનની સંપૂર્ણ ઉણપ થાય છે. આ કારણથી દર્દીઓમાં કીટોસીસ(ketosis) ની શક્યતા વધી જાય છે. આને ઇન્સુલીન આધારિત ડાયાબિટીસ મેલીટસ insulin-dependent diabetes mellitus (IDDM) પણ કહેવામાં આવે છે. ૨. ટાઈપ ૨(Type 2):  ટાઈપ-૨ ડાયાબિટીસ ઇન્સુલીનની શરીર માં ઉણપને કારણે થાય છે. આમાં ઇન્સુલીનનાં ઓછા સ્ત્રાવ કે કોશોના ઇન્સુલીન ગ્રહણ કરવાની ક્ષમતા ઓછી થવાથી ઇન્સુલીન શરીરના કોશોમાં પ્રવેશતું નથી. આના માટે શબ્દ બિન ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ મેલીટસ non-insulin-dependent diabetes mellitus (NIDDB) પણ વપરાય છે. ૩. ત્રીજા પ્રાકારની ડાયાબિટીસ  થવાનું કારણ ૫૦ થી વધુ આનુવંશિક, સ્વાદુપિંડ, અંતઃસ્ત્રાવી, ઝેરી, ચેપી અન...

ડાયાબિટીસનાં દર્દીએ ધ્યાનમાં રાખવા જેવી ૧૦ મુખ્ય બાબતો

એક વાત સમજી લો કે ડાયાબિટીસ એ તમારી જીવનપર્યન્ત જવાબદારી છે; અને તમારી ઈચ્છા હોય કે ન હોય પરંતુ તમારે આ સંભાળવાની જ છે. નીચે બતાવેલ ૧૦ મુખ્ય બાબતો તમને આ જવાબદારીમાં સુરક્ષિત રાખી સકે છે અને તમને એક સહજ, સરળ અને આનંદમય જીવન આપે છે. ડાયાબિટીસ એ એક ગંભીર બીમારી છે જેમાં તમારે ૨૪ કલાક અને સાતે સાત દિવસ પુરતી કાળજી લેવી પડે છે. રોજેરોજ તમારે તમારા ભોજન પ્રત્યે સતત જાગૃત રહેવું પડે છે. જો પુરતું ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં ઘણી બધી આવનાર મુશ્કેલિયોને સરળતાથી ટાળી શકો છો. નીચે જણાવેલ ૧૦ બાબતો તમારા જીવનને સરળ અને તંદુરસ્ત રાખી શકે છે. ૧. મક્કમ અભિગમ રાખો: તમને તમારી સારસંભાળ રાખવામાં તમારા ડોક્ટર, પરિવારના સભ્યો અને મિત્રો મદદ અવશ્ય કરશે પરંતુ અંતિમ પરિણામ તમારી ડાયાબિટીસ સામે લડવાની મક્કમતા ઉપર આધારિત છે. તમને ડાયાબિટીસમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશેની માહિતી આ બધા પાસેથી સરળતાથી મળી જશે પરંતુ અંતિમ અમલ તમારે જાતે જ કરવાનો હોઈ; પરિણામ પણ તમારી મક્કમતા આધાર ઉપર આધારિત છે. સૌપ્રથમ ડાયાબિટીસ વિષે તમામ માહિતિ મેળવી લેવી જોઈએ. જેમ કે દવાઓ ક્યારે લેવી, ખાવામાં શું ધ્યાન રાખવું, ક્ય...