ડાયાબિટીસનાં દર્દીએ ધ્યાનમાં રાખવા જેવી ૧૦ મુખ્ય બાબતો
એક વાત સમજી લો કે ડાયાબિટીસ એ તમારી જીવનપર્યન્ત જવાબદારી છે; અને તમારી ઈચ્છા હોય કે ન હોય પરંતુ તમારે આ સંભાળવાની જ છે.
નીચે બતાવેલ ૧૦ મુખ્ય બાબતો તમને આ જવાબદારીમાં સુરક્ષિત રાખી સકે છે અને તમને એક સહજ, સરળ અને આનંદમય જીવન આપે છે.
ડાયાબિટીસ એ એક ગંભીર બીમારી છે જેમાં તમારે ૨૪ કલાક અને સાતે સાત દિવસ પુરતી કાળજી લેવી પડે છે. રોજેરોજ તમારે તમારા ભોજન પ્રત્યે સતત જાગૃત રહેવું પડે છે. જો પુરતું ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં ઘણી બધી આવનાર મુશ્કેલિયોને સરળતાથી ટાળી શકો છો.

નીચે જણાવેલ ૧૦ બાબતો તમારા જીવનને સરળ અને તંદુરસ્ત રાખી શકે છે.
૧. મક્કમ અભિગમ રાખો:
તમને તમારી સારસંભાળ રાખવામાં તમારા ડોક્ટર, પરિવારના સભ્યો અને મિત્રો મદદ અવશ્ય કરશે પરંતુ અંતિમ પરિણામ તમારી ડાયાબિટીસ સામે લડવાની મક્કમતા ઉપર આધારિત છે. તમને ડાયાબિટીસમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશેની માહિતી આ બધા પાસેથી સરળતાથી મળી જશે પરંતુ અંતિમ અમલ તમારે જાતે જ કરવાનો હોઈ; પરિણામ પણ તમારી મક્કમતા આધાર ઉપર આધારિત છે.
સૌપ્રથમ ડાયાબિટીસ વિષે તમામ માહિતિ મેળવી લેવી જોઈએ. જેમ કે દવાઓ ક્યારે લેવી, ખાવામાં શું ધ્યાન રાખવું, ક્યારે ખાવું, શું ખાવું અને શું ન ખાવું , શારીરિક કામો અને કસરત કેટલા પ્રમાણમાં કરવી અને ક્યારે કરવી. કસરત કરતી વખતે એક ડાયાબિટીસનાં દર્દીએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. શરીરનું વજન કઈ રીતે જાળવી રાખવું વગેરે બાબતો.
દવાઓ તમારા ડોક્ટરની સલાહ પ્રમાણે સમયસર અને કહ્યા પ્રમાણે લેતા રહેવું જોઈએ અને જો કોઈ સમસ્યા જણાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો.

૨. ધુમ્રપાન દૂર રહો:
ધુમ્રપાનથી ડાયાબિટીસ થવાની શક્યતા ખુબજ વધી જાય છે, અને જો ડાયાબિટીસ હોય તો એને લગતી અન્ય સમસ્યાઓ વધવાનું જોખમ પણ ઘણું જ વધી જય છે.
જેમ કે:
– પગ અને પગના તળિયામાં લોહી નું ભ્રમણ ઓછું થઈ જવાનાં કારણે પગમાં ઇન્ફેક્સન (રસી), છાલા પડવા અને પગના અમુક ભાગને સર્જરીથી દુર કરવા સુધીની સ્થિતિ આવી શકે છે.
– હર્દયની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે
– મગજમાં લોહીનું ઓછું પહોચવું
– આંખની બીમારીઓ થવી
– ચેતા તંતુઓને નુકશાન થવું
– કિડની (મુત્રપિંડ)ની બીમારીઓ થવી
– સમયથી પહેલા મૃત્યુ
ઉપર જણાવેલ બાબતો તમારા જીવનમાં ખુબજ અસરકર્તા છે માટે તમારે તમારા ડોક્ટરની સલાહથી ધુમ્રપાન બંધ કરવું જોઈએ.

૩. તમારા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને યોગ્ય સ્તરે જાળવી રાખો:
ડાયાબિટીસની જેમ કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ પણ લોહીની નળીઓને નુકશાન કરે છે. જો તમે ડાયાબિટીસના દર્દી હો અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય તો વધુ જલદીથી ગંભીર પરિસ્થિતિ બને છે. જ્યારે આ બધી પરિસ્થિતિઓ એકસાથે નિર્માણ થાય ત્યારે હ્રદય રોગનો હુમલો, લકવો, કે અન્ય કોઈપણ જીવલેણ બીમારી તરફ લઇ જાય છે.
સમતોલ આહાર, ફેટ વગરનું ભોજન અને નિયમિત કસરતો લોહીનું દબાણ અને કોલેસ્ટ્રોલને યોગ્ય સ્તરે જાળવી રાખે છે. તમારા ડોક્ટર દ્વારા બતાવેલ આવશ્યક દવાઓ લેવાનું ક્યારેય ટાળવું જોઈએ નહી.

૪. નિયમિત સમયાન્તરે શરીર અને આંખનું ચેકઅપ કરાવો:
વર્ષમાં 2 થી ૪ વખત તમારે તમારા ડોક્ટર પાસે આખા શરીરની તપાસ કરાવવી જોઈએ.
નિયમિત સંપૂર્ણ તપાસ તમારા ડોક્ટર પાસે કરાવતી વખતે દૈનિક ભોજન, કસરતો, અને અન્ય કામો વિષે ચર્ચા કરો. ડાયાબિટીસથી થતી તકલીફો વિષે માહિતી મેળવો અને એની યોગ્ય તપાસ કરાવો. કીડની, ચેતાઓ, અને હદય સબંધી તપાસ અવસ્ય કરાવી લેવી જોઈએ.
આંખની તપાસ પણ સમયાન્તરે યોય રીતે કરાવતા રહેવું જોઈયે. નેત્રપટલ, મોતિયો અને ઝામરનાં લક્ષણોની તપાસ અવસ્ય કરવી લેવી. અને યોગ્ય સમયે નિદાન થવાની આવનાર મુશ્કેલીયોથી બચી શકાય છે.

૫. જરૂરી રસીકરણ કરાવો:
• ફ્લુ (શરદી) ની રસી: મુકાવવી જોઈએ જેથી તમે સ્વસ્થ રહી શકો.
• ન્યુમોનિયાની રસી: ન્યુમોનિયાની રસીનો એક ડોઝ લઇ લેવો જોઈએ. જો તમને ડાયાબિટીસ હોય અને ઉમર 65 વર્ષ કે તેથી વધુ હોય તો તમારે બુસ્ટર ડોઝ પણ લેવો જોઈએ.
• કમળાની રસી: ઝેરી કમળો (Hepatitis-B) ની રસી જો તમે પહેલા લીધેલ ન હોય તો તબીબની સલાહથી લેવી જોઈએ.
• અન્ય રસીઓ: તમારે અન્ય રસીઓ જેવી કે ધનુર(દર ૧૦ વર્ષે ) વગેરે પણ સમયસર અને તબીબની સલાહ પ્રમાણે લઇ લેવી જોઈએ. જેથી ઘણી બધી બીમારીઓથી તમે બચી શકો.

૬. તમારા દાંતની સંભાળ:
ડાયાબિટીસનાં દર્દીને દાંતના પેઢામાં રસી(ઇન્ફેકશન) થવાની શક્યતાઓ વધુ હોય છે માટે દિવસમાં 2 વખત દાંત-મંજન કરવું જોઈએ અને ફ્લોરાઈડ દંતમંજનનો ઉપયોગ કરવો જોઈએ. વરસમાં બે વખત દાંતના નિષ્ણાંત તબીબ પાસે તપાસ કરાવવી જોઈએ.

૭. તમારા પગની કાળજી લો:
તમારા પગમાં ડાયાબિટીસનાં કારણે સૌથી વધુ તકલીફ થવાની શક્યતા હોય છે. પગ અને પગના તળીયામાં કોઈપણ પ્રકારના ઘાવ ની સારવાર ન કરવામાં આવે તો ખુબજ ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો આવી તકલીફોથી દુર રહી શકાય છે.
– તમાર પગને દિવસમાં 2 વખત ગરમ નોસેકા પાણીથી ધોવા જોઈએ. પગની ચામડી કોઈપણ પ્રકારે સુકી તો નથી રહેતી ને એનું ધ્યાન રાખવું જોઈએ.
– પગ અને ખાસ કરીને પગની આંગળીયો વચ્ચે કોઈપણ પ્રાકારનો પાણી રહી ન જાય એનો ધ્યાન રાખવું જોઈએ.
– પગની ચામડી સુકી ન રહે એના માટે અલગ અલગ પ્રકારની લોસન લગાવવી જોઈએ.
– કઈપણ ઘાવ જો રૂઝાતું ન હોય તો તરત તમારા તબીબ નો સંપર્ક કરવો જોઈએ. પગમાં કોઈપણ પ્રકારનું છાળું કે ઘાવ હોય તો તરત તમારા તબીબનો સંપર્ક કરવો જોઈએ.
– હમેશા પગમાં બુટ કે ચપ્પલ પહેરેલા રાખવા જોઈએ.

૮. એસ્પીરીન દવાનો ઉપયોગ:
જો તમે ડાયાબિટીસનાં દર્દી હો અને સાથે સાથે અન્ય બાબતો જેવી કે હર્દયરોગની શક્યાઓ હોય, ધુમ્રપાન કરતા હો, લોહીનું દબાણ વધુ રહેતું હોય; તો તમારે એસ્પીરીન (Aspirin) દવા લેવી પડતી હોય છે. એસ્પીરીનનો ઉપયોગ ખુબજ સાવધાનીથી તમારા તબીબની સલાહ પ્રમાણે કરવો જોઈએ. જરૂરથી વધુ ઉપયોગ નુકસાન કરી શકે છે પરંતુ ઉપયોગ ન કરીએ તો અન્ય સમસ્યાઓ વધવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. માટે યોગ્ય સલાહથી યોગ્ય માત્રામાં એસ્પીરીનનો ઉપયોગ કરવો જોઈએ.

૯. દારૂ (આલ્કોહોલ) નો ઉપયોગ:
દારુના ઉપયોગથી અચાનક સુગર વધી કે ઘટી જવાની શક્યતાઓ વધી જતી હોય છે. દારૂના ઉપયોગ સાથે હળવો નાસ્તો જરૂરી છે. જે લોકો ઇન્સુલીનનો ઉપયોગ કરતા હોય તેમને સુગર ધટી જવાની શક્યતાઓ વધી જતી હોય છે.

૧૦. માનસિક તાણને ગંભીરતાથી લો:
જો તમે માનસિક તાણમાં હશો તો સ્વાભાવિક રીતે તમારી દૈનિક ક્રિયાઓમાં વિક્ષેપ પડશે. માટે હમેશા તાણમુક્ત રહો એવી જીવન પદ્ધતિ અપનાવવી જોઈએ. એવા કામો કે વાતાવરણ થી દુર રહેવું જોઈયે જ્યાં તમને માનસિક તાણનો અનુભવ થતો હોય. હમેશા આનંદમય રહો એવા પ્રયત્ન કરવા જોઈએ. પુરતી ઊંઘ, સકારાત્મક વિચારો માનસિક તાણને ઓછી કરે છે.

વધુ માહિતી માટે : maheshdan.wordpress.com
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો